પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS ને સોંપવામાં આવ્યો છે .

આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે અને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જેમાં અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ શેખ પર SOGને શંકા ગઇ હતી. જેની તપાસ કરતાં તેમના ફોનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. જેને લઈ તેમના વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે ગુજરાત ATS ને સોંપવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન થશે મોટા ખુલાસા
શંકાસ્પદ પાકિસ્તાની કનેશન ધરાવતો મૌલાના મોહમ્મદ ફઝલ શેખને લઈ અમરેલી SOG એ આજે ATSને સોંપ્યો છે. આ સાથે હવે ગુજરાત ATS વિવિધ એંગલથી તપાસ હાથ ધરશે અને આતંકી હુમલા દરમિયાન ગ્રુપની ચેટ અંગે પણ તપાસ કરશે. તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા છે.

આ ઘટનાને લઈને ગઈકાલે ધારી ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે ધારીના હિમખીમડી પરા વિસ્તારમાં એક મૌલાનાના છે. તેના ફોનમાં તપાસ કરતાં એમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં વ્હોટ્સએપ ગ્રુપ છે, તેની સાથે એ જોડાયેલા છે. તેની પૂછપરછ દરમિયાન આધારકાર્ડ સિવાય અન્ય કોઈ તેમની પાસે પુરાવો મળ્યા નહોતો. તેના પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ મળ્યા છે, જેની ખરાઈ અંગે તપાસ ચાલી રહી છે. વ્હોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં ગ્રુપ આવ્યાં છે એની માહિતી મગાવી છે, આગળ ટેક્નિકલ ટીમને માહિતી આપવામાં આવી છે. આગળ તપાસ ચાલી રહી છે. મદ્રેસાની મિલકત અંગે તપાસ ચાલી રહી છે. તેમને શું-શું પ્રવૃત્તિઓ કરેલી છે. ક્યાં ક્યાં રહેતા હતા, આ તપાસનો વિષય છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *