ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત

ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે.

વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે.

કેમ યોજાશે પેટા ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો ખાલી છે.વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ રાજીનામું આપ અને ભાજપમાં જોડાયા હતા. જેને લઈ વિસાવદર બેઠક ખાલી પડી છે. બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીની અવસાન થતાં કડી બેઠક ખાલી પડી હતી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *