રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી

ખેડૂતોને લઈ રાજ્ય સરકારે ફરી એક વાર મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.

અત્યાર સુધીમાં સરકારે 841 કરોડની ખરીદી તુવેર:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત તા. 24 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યના 58,300 જેટલા ખેડૂતો પાસેથી રૂ. 841 કરોડથી વધુના મૂલ્યની કુલ 1.11 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. નોંધણી કરાવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસેથી આગામી તા. 30 એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *