Banaskantha: ડીસા અગ્નિકાંડના મુખ્ય આરોપી દીપકને લઈને થયો મોટો ખુલાસો, આ પહેલા પણ…

ગઇકાલે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં મોટી દુર્ઘટના બની હતી. ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 21 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારના રહેણાંક વિસ્તારના ઘરના કાંચ તૂટી ગયા હતા. આ સમગ્ર ઘટના મામલે કારખાનાના માલિક દીપક મોહનાણીની અરવલ્લીથી ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આરોપી દીપક ને લઈ મોટા ખુલાસા થયા છે.

દીપક ટ્રેડર્સ નામથી ચાલતી આ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ માલિક દીપક મોહનાણી ફરાર થયો હતો. અને તેમની ધરપકડ અરવલ્લી પોલીસે કરી હતી. બ્લાસ્ટ મામલે કોંગ્રેસે ભાજપને ઘેરી હતી. કોંગ્રેસે અનેક મુદ્દાઓને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે આરોપી દીપક આ પહેલા મુખ્ય આરોપી દીપક મોહનાની IPLમાં સટ્ટો રમાડતો હોવાનું આવ્યું સામે આવ્યું છે. વર્ષ 2024માં સ્ટેડિયમમાં બેસીને IPL મેચમાં દીપક સટ્ટો રમાડતો હતો. અને LCBએ તેમને ઝડપી પાડ્યો હતો.

MLA જીગ્નેશ મેવાણી પહોંચ્યા ડીસા સિવિલ હોસ્પિટલ:- ડીસામાં આગની ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે દુર્ઘટનામાં મૃતકોના પરિવાર સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુલાકાત લીધી હતી. આ સાથે જ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મૃતકોના પરિજનોની મુલાકાત કરી હતી. આ સાથે તેમણે તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પરીવારજનોને મુતદેહ મળ્યા નથી. પરિજનોને જાણ કર્યા વિના મુતદેહને MP રવાના કરી દીધા હતા.

શું હતી ઘટના:- બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઢુવા રોડ પર મંજૂરી વગર ધમધમતી ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં.બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે બ્લાસ્ટમાં 21 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે તેમાં ચાર મહિલાઓ અને ત્રણ બાળકો સામેલ છે. સરકારે ઘટનાના પીડિતો માટે સહાયતાની જાહેરાત કરી છે. સરકારે મૃતકોના પરિજનો માટે ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે.સરકારે ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી દીધી છે. અને પોલીસે ઇડરથી ગોડાઉનના માલિક દિપક ની ધરપકડ કરી લીધી છે.

Related Posts

Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા

Gandhinagar : ભાજપમાં ‘નો રિપીટ થીયરી’ નહીં, નવા ચહેરાઓ પર દાવ: 10થી 12 વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળવાની શક્યતા Gandhinagar મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઈને અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.આ દરમિયાન ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં Gandhinagar મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અંગે મંથન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અહેવાલો મુજબ ભાજપ આ વખતે સંપૂર્ણ ‘નો રિપીટ થીયરી’ અપનાવવાને બદલે મોટા ભાગના વોર્ડમાં નવા ચહેરાઓને તક આપવાની દિશામાં આગળ વધી શકે છે. -> 44 બેઠકો માટે 700થી વધુ દાવેદારો :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *