વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છતાં વિધાનસભા ન પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર અંગે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપી છે. જેમાં ઋષિકેશ પટેલનું કહેવું છે કે, વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે તો આવતીકાલે ગૃહનો અંતિમ દિવસ છે.
ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા:- વિક્રમ ઠાકોરની ગેરહાજરી મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે,શંકર ચૌધરીના ક્રમશહ લોકશાહી સમા મંદીર પ્રમાણે સૂચન હતું અને લોકશાહીની સમજણના ઉમદા આશયથી આમંત્રણ આપ્યું હતું,મોબાઈલ થકી ઈલેક્ટ્રોનિક રીતે આમંત્રણ અપાયું હતું,વિક્રમભાઈને વિનંતી છે વિવાદ સિવાય હાજરી આપે અને આવતીકાલે અંતિમ દિવસ છે હાજરી આપે તેવી અમારી ઈચ્છા છે.
ફિલ્મ કલાકાર ભાવિની જાનીનું નિવેદન:- ફિલ્મ કલાકાર ભાવિની જાનીએ કહેવું છે કે, વિક્રમભાઈ રીસાયા તેની પાછળ કારણો હશે અને બધું સારું થઈ જશે એવો મને વિશ્વાસ છે તો તમામ કલાકારો એક છે તેવું ભાવિની જાનીનું કહેવું છે.આજે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી પણ કરાઈ રહી છે,કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આમંત્રણ છે તો વિવિધ કલાકારોએ વિધાનસભાની કાર્યવાહી નિહાળી,લોકસાહિત્યકાર-ફિલ્મ કલાકારો લઈ ચૂક્યા છે મુલાકાત અને આમંત્રણ છતાં વિક્રમ ઠાકારોની નારાજગી યથાવત રહી છે,આમંત્રણ છતાં ગઈકાલે વિક્રમ ઠાકોર હાજર રહ્યા નહોતા.
આવતીકાલે ગૃહ થશે પૂર્ણ:- આવતીકાલે એટલે કે 28 માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થશે. અને છેલ્લા બે દિવસમાં સરકાર દ્વારા વિવિધ મહત્વના બિલો રજૂ કરવાના છે. CAGના અહેવાલમાં રાજ્ય સરકારના ખર્ચ, નાણાકીય વ્યવસ્થાપન અને અન્ય મામલાઓનો સમાવેશ થાય છે. જે લગભગ દરેક બજેટ સત્રના અંતમાં રજૂ થતો હોય છે. રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે અહેવાલમાં કેટલા ગંભીર ખુલાસાઓ કરવામાં આવ્યા છે તે જોવા જેવી બાબત રહેશે.








