Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”

ગુજરાત વિધાનસભાના આજના સત્ર દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો કડક અવતાર જોવા મળ્યો. ગૃહની શિસ્ત, ધારાસભ્યોનું વર્તન અને નિયમોનું પાલન ન થવાની બાબતે તેમણે ખુલ્લી ટકોર કરી. તેમણે નોંધ્યું કે, ઘણા ધારાસભ્યો ગૃહની પ્રક્રિયાઓથી અજાણ છે અને ગૃહની ગૌરવશાળી પરંપરાને યોગ્ય રીતે સંભાળવી જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે ઘણો સમય થયો હવે તમામને શીખવાડવાનું ન હોય. ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાત ન કરે અને ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ. આ ઉપરાંત અધ્યક્ષે મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને ટકોર કરી હતી.

ગૃહમાં અધિકારીઓને વિધાનસભાના અધ્યક્ષે માગણીઓ પરની ચર્ચા દરમિયાન અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી. અને સંબંધિત અધિકારીઓ હાજર ન હોય તો હાજર રહેવા સુચના અપાઈ હતી. મંત્રી કુંવરજી હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ રજૂ કરી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન માગણીઓ રજૂ કરતી વખતે વિભાગના સચિવો હાજર ન રહેતા અધ્યક્ષે ટકોર કરી હતી.

ચૌધરીએ ગૃહમાં વધતી ગેરશિસ્ત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. ધારાસભ્યો ગૃહની મહત્વપૂર્ણ ચર્ચાઓ દરમિયાન અનફોર્મલ વર્તન કરે છે, જે યોગ્ય નથી. તેમણે સ્પષ્ટપણે દંડકોને આદેશ આપ્યો કે, ધારાસભ્યોને ગૃહની પ્રક્રીયાઓ અને નિયમોની યોગ્ય સમજ આપવી જરૂરી છે.

આજની કાર્યવાહી દરમિયાન વિધાનસભાના ગૌરવને જાળવવા માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્પષ્ટ સંકેત આપ્યો હતો. તેમણે કડક શબ્દોમાં જણાવ્યુ હતુ કે, હવે ગૃહમાં શિસ્તનું પાલન કરવું જ પડશે. આજના તેમના વલણથી ધારાસભ્યો માટે એક સ્પષ્ટ સંદેશો છે. વિધાનસભાની ગૌરવસભામાં કોઈપણ અનિચ્છનીય વર્તનને છૂટ આપી શકે નહીં.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *