Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

આજે ગુજરાત વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થનાર છે. વન અને પર્યાવરણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તથા ક્લાઈમેટ ચેન્જની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત બિન સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થનાર છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

આ ઉપરાંત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ લઘુમતિ કલ્યાણ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય હાર્દિક પટેલ રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા આરોગ્ય અધિકાર વિધેયક ગૃહમાં રજૂ કરશે. અને ધારાસભ્ય ડો.હસમુખ પટેલ ગુજરાત રાજ્યમાં કેન્સર અને ડ્રગ્સથી પીડિત લોકોને સારવાર માટે માળખાકીય ફંડ બાબતે વિધેયક ગૃહમાં રજૂ કરશે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં, સરખેજમાં ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર

બિન સરકારી સંકલ્પો પર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ બંધારણ સંદર્ભે બિન સરકારી સંકલ્પ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી રજૂ કરશે. પીએમ વિશ્વકર્મા યોજના પર ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી બિન સરકારી સંકલ્પ રજૂ કરશે. કુપોષણ સંદર્ભે ધારાસભ્ય મનુ પટેલ બિન સરકારી સંકલ્પ ગૃહમાં રજૂ કરશે. ત્યારે બિન સરકારી સંકલ્પ પર ગૃહમાં 58 મિનિટ ચર્ચા ચાલનાર છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

(BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *