Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ

અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત

મળતી માહિતી મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા. ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે ફરી આવી ઘટના ન સર્જાય તેને લઇ ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :- Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણ લોકોના મોતને લઇ સ્થાનિકોમાં ભારે રોષ હતો. ત્યારે સર્વિસ રોડ પર પૂરઝડપે જતા વાહનો પર રોક લગાવવાને લઇ તેઓ રસ્તા પર ઉતર્યા હતા. અને રોડ બ્લોક કર્યો હતો. ત્યારે આ ઘટનાએ ગંભીરરૂપ ધારણ કરતા જિલ્લા LCB, SOG અને શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *