રાજકોટમાં ધૂળેટીનાં તહેવારનાં દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યાર બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડીંગોમા ફાયરનાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડીંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલીક જગ્યાએ તો ફાયરનાં સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો :- Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ
આગની ઘટનામાં ત્રણ લોકોનાં મોતને લઈને આવી ઘટનાઓ ફરીવાર ન બને તેને લઇ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં ફાયર વિભાગ NOC અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ચેકીંગની કામગીરી શરૂ કરી હતી. ત્યારે આ તપાસમાં 95 બિલ્ડિંગમાં ચેકીંગ દરમિયાન અનેક બેદરકારી સામે આવી છે. જેમાં ફાયર NOC રીન્યુ, ફાયર સાધનો યોગ્ય રીતે કામ કરતા ન હોવાની બેદરકારી સામે આવી છે.જેના પગલે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન 74 જેટલી બિલ્ડિંગોને નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત
ઉલ્લેખનિય છેકે, TRP અગ્નિકાંડ બાદ પણ 670 કોમર્શિયલ મિલકતોને જ સીલ કરવામાં આવી હતી. ત્યારે વારંવાર આવી ઘટનાઓ બનવા છતા તંત્ર દ્વારા આવી રીતે દેખાડાની કામગીરી કરવામાં આવે છે. જેને લઈને લોકોમાં રોષનો માહોલ છે. લોકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા દેખાડાની કામગીરી કરવામાં આવે છે નકર પગલા ઉઠાવવામાં આવતા નથી. જેને લઈને અવાર- નવાર આવી ઘટનાઓ બનતી રહે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







