Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત

અમદાવાદના ધોળકામાં આવેલ કેડીલા કંપનીમાં એક દુર્ઘટના બની હતી. કેડીલા કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષ કર્મચારી અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનામાં એક મહિલા કર્મચારી, વર્ષા બેન રાજપૂતનું દુઃખદ મૃત્યુ થયું છે. અન્ય 3 કર્મચારીઓ, જેમની હાલત ગંભીર છે, તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યા આ તમામ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો :- Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર

જો કે, હજુ સુધી આ કર્મચારીઓ કેમ કંપનીના વોશરૂમમાં બેભાન થઈ ગયા તે કારણ અકબંધ છે. હાલમાં મૃતક મહિલા કર્મચારીને PM રિપોર્ટ માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પેનલ ડોક્ટર દ્વારા મૃતક મહિલાનું પીએમ કરવામાં આવશે. આ સિવાય FSLની પણ મદદ લેવામાં આવશે.

આ પણ વાંચો :- Vadodara : વડોદરાની પોદાર સ્કૂલમાં સંચાલકોની મનમાની, છેલ્લા ત્રણ વર્ષથી વધુ ફી ઉઘરાવતા વાલીમાં રોષ

ઘટના બાદ, કેડીલા કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધી લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કેડીલા કંપનીના ઉચ્ચ અધિકારીઓ કહ્યું હતું કે, કંપનીની જવાબદારીને યોગ્ય રીતે નિભાવવામાં આવશે. જવાબદારો સામે યોગ્ય પગલા લેવામાં આવશે. આ કંપનીએ ઘટનાને ગંભીરતા સાથે લીધું છે અને સત્તાવાર તપાસ માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *