પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરુઆત, જાણો કયાં-કયાં મુદ્દાઓ પર થશે ચર્ચા

B INDIA ગાંધીનગર : ગાંધીનગરમાં આજે વિધાનસભાની બેઠકની શરુઆત થવાની છે. જેમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. જોકે, રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રશ્વોત્તરી કાળ બાદ ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે. જેમાં બિન સરકારી વિધેયક પર ચર્ચા થનાર છે. આ ઉપરાંત અન્ય 4 બિન સરકારી વિધેયક ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન થશે.

આ ઉપરાંત ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયકનું વાંચન વિધાનસભામાં કરવામાં આવશે. જેમાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકવા બાબત વિધેયકનું વાંચન થનાર છે. જેમાં વિધાનસભાના વિવિધ સભ્યો બિન સરકારી વિધેયકો રજૂ કરશે.

જોકે, અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકત તબદીલી પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોની જગામાંથી ભાડૂઆતો ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ (રદ કરવા) બાબત વિધેયક રજૂ થશે.

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *