જામનગરમાં રંગમતી નદીનાં પટ્ટામાં ચાલ્યું દાદાનું બુલડોઝર, ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

B INDIA દ્વારકા : દ્વારકા બાદ જામનગરમાં ગેરકાયદે બાંધકામ બુલડોઝર ફરી વળ્યું છે. રંગમતી નદીના પટ્ટામાં ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે.એટલું જ નહીં પાણીના વહેણને અવરોધરૂપ બાંધકામ દૂર કરાયા છે. તેમજ અંદાજિત 8000થી વધુ ગેરકાયદે બાંધકામ હટાવાયા છે.વહેલી સવારથી આ દબાણો દૂર કરવામાં આવ્ચા છે. જેમાં કોર્પોરેશનની અને પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે આ દબાણો દૂર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રંગમતી નદીના પટ્ટામાં 15 હજાર ચોરસમીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને 4 જેસીબી મશીન મદદથી દબાણો દૂર કરાયા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ તંત્રએ નોટીસ આપી હતી. પરંતુ દબાણો ખાલી કરવામાં આવ્યા ન હતા. જેથી આજે તંત્રએ નોટીસના આધારે દબાણો દૂર કરી દીધા છે. અલગ-અલગ 10 દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે. દેશની સુરક્ષા .

અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Related Posts

આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ   * આ યોજના હેઠળ 70 થી…

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *