જામનગરમાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસર ધાર્મિક સ્થળનાં દબાણ કરાયા દૂર

B INDIA જામનગર : જામનગરમાં તંત્રનુ બુલડોઝર ગેરકાયદેસર કરાયેલા દબાણ પર ફરી વળ્યું છે. જેમાં ગેરકાયદે ધાર્મિક સ્થળના દબાણ દૂર કરવામાં આવ્યા છે.સરકારી જમીન પર ધાર્મિક સ્થાન બનાવી દેવામાં આવ્યું હતુ. ત્યારે આજે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે.અને 10 હજાર સ્કવેર ફિટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

-> નોટિસ આપ્યા બાદ કરાઈ કાર્યવાહી :- સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતુ જેમાં મામલતદારા દ્વારા અવાર-નવાર જે તે ધાર્મિક સ્થળને નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા નોટીસનો જવાબ નહી અને સરકારી જગ્યા ખાલી કરવામાં આવતી ન હતી ત્યારે આજે વહેલી સવારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે,ત્યારે પોલીસ અને તંત્રની ટીમે દબાણ દૂર કર્યા છે,કોઈ અઈચ્છનીય ઘટના ના બને તેને લઈ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

શહેરના ઢીચડા રોડ પર ધાર્મિક જગ્યાનું ડીમોલેશન કરવામાં આવ્યું છે.દબાણ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના બર્ધન ચોક વિસ્તાર અને તાપી નદીના પટ નજીકના વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી ટ્રાફિક અને દબાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.કમિશનર ડી.એન. મોદી, એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓએ સંયુક્ત રીતે વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.…

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ₹ 509.23 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા હર્ષ સંઘવી

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ, આધુનિકીકરણ તથા આંતરમાળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. 509.23 કરોડના વિવિધ વિકાસ કામો, જેમાં રૂ. 140.83 કરોડના ખર્ચે 35 વિકાસ કામોના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *