ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત કરી છે. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ૩૭૦ કેદી ક્ષમતા સાથે રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે તૈયાર થશે. નવી જેલને આણંદ જિલ્લા જેલ તરીકે ઘોષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર બાકરોલ તાલુકા જેલ કાર્યરત હતી.
આ પણ વાંચો :- surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
બાકરોલ ખાતે ફાળવવામાં આવેલી જમીનમાં 370 કેદી ક્ષમતા ધરાવતી નવી જેલ બનાવવામાં આવી રહી છે. જેમાં 330 પુરુષ કેદીઓ અને 40 સ્ત્રી કેદીઓ માટે ક્ષમતા સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લા જેલ તરીકે ઘોષિત થવા માટે ઓછામાં ઓછી 240 કેદી ક્ષમતા હોવી જરૂરી હોય છે. આ નવી જેલ 370 કેદી ક્ષમતા ધરાવતી હોવાથી, તેને જિલ્લા જેલ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ જેલના બાંધકામ માટે રૂ. ૬૪.૨૯ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ જેલનું બાંધકામ પૂર્ણ થવાની શક્યતા છે. આ નિર્ણય દ્વારા આણંદ જિલ્લામાં જેલ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે.
આ પણ વાંચો :- Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
જેલમાં ઓવરક્રાઉડિંગની સમસ્યાને નિવારવા માટે નવી જેલના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં આ નવી જેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આણંદ તાલુકા સબજેલ મામલતદારના હસ્તક કાર્યરત છે. નવી જિલ્લા જેલ શરૂ થવાથી આણંદમાં જિલ્લા કક્ષાની જેલ ઉપલબ્ધ થશે. આનાથી અત્યારે નડિયાદ જિલ્લા જેલમાં રાખવામાં આવતા આણંદ જિલ્લાના આરોપીઓને આણંદ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરી શકાશે, જેના કારણે નડિયાદ જિલ્લા જેલની ઓવરક્રાઉડિંગની સમસ્યા પણ હળવી થશે.
આ પણ વાંચો :- gandhinagar : અંબાલાલ પટેલની આગાહી, ગુજરાત ફરી જોવા મળશે ઠંડીનો ચમકારો!
જેલમાં આણંદ જિલ્લાના સ્થાનિક કોર્ટોના આરોપીઓને રાખવામાં આવશે. આનાથી કેદીઓના પરિવારજનો તેમની સાથે વધુ સરળતાથી મુલાકાત કરી શકશે. અને પોતાના બાળકો સાથે પણ સંપર્ક જાળવી શકશે. આનાથી પરિવારજનોને આર્થિક રીતે ફાયદો થશે તેમજ બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવું પણ સરળ બનશે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







