અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે હિટ એન્ડ રન કેસમાં બે વૃધ્ધોના મોત નિપજ્યા હતા. જેમાં બંને બનાવોમાં વોકિંગ કરવા નીકળેલ વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત થયા હતા. ત્યારે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
–> વિક્રમસિંહ ઝાલાનું બાઇકચાલકની અડફેટે મોત:- નિકોલમાં રહેતા 64 વર્ષીય વિક્રમસિંહ ઝાલા નિવૃત જીવન ગુજારતા હતા. સોમવારે વહેલી સવારે તેઓ ઘરેથી વોકિંગ કરવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ચાલતા ચાલતા તેઓ બાપુનગર બીઆરટીએસ એપ્રોચ પાસે પહોચ્યા તે સમયે રેલિંગની અંદર ચાલતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા બાઇકચાલકે તેમને અડફેટે લેતા ફ્ંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતું.
–> તેજાજી વાઘેલાનું રિક્ષાચાલકે અડફેટે થયું મોત:- અમરાઇવાડીમાં રહેતા તેજાજી વાઘેલા ગત 16 માર્ચે સવારે વોકિંગ કરવા નીકળ્યા હતા. ત્યારે રબારી કોલોની ચાર રસ્તા પાસે પહોંચ્યાં તે સમયે પુરઝડપે આવી રહેલ અજાણ્યા રિક્ષાચાલકે તેજાજીને અડફેટે લેતા ફ્ંગોળાઇને રસ્તા પર પટકાયા હતા. જ્યારે અકસ્માત કર્યા બાદ રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો. આસપાસના લોકોએ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








