આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે જમીન પચાવવાના આરોપને લઈને કહ્યું હતું કે, એકપણ પાટીદારની જમીન તેમણે પડાવી નથી અને જો પડાવી હોય તો મારી જાહેર જીવન છોડવાની તૈયારી છે.
જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહિને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ ગોંડલ અમે નામ નથી આપ્યું. ગોંડલની જનતાએ નામ આપ્યું છે.
જયરાજસિંહ જાડેજાએ ફેક્યો પડકાર
પ્રેસકોન્ફરન્સ દરમિયાન જયરાજસિંહ જાડેજાએ પડકાર ફેકતા કહ્યું કે, અણવર બનીને નહિ વરરાજા બનીને આવજો. આગામી દિવસોમાં નગરપાલિકા, માર્કેટીંગ યાર્ડ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. જે લોકો અહીં રહેતા નથી તેઓ અહીં વિરોધ કરવા આવી જાય છે.
આ પણ વાંચો : ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલમાં.. થયો હુમલાનો પ્રયાસ; જાણો શું છે વિવાદ
કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ
સમગ્ર ઘટનાને લઈને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસ પ્રેરીત ષડયંત્ર છે. લેઉવા પટેલ અમારી સાથે છે. ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે. ગોંડલની જનતા ગણેશને પોતાનો દીકરો માને છે. પાસના નાપાસ થયેલા લોકો આવ્યા હતા. હું ભાજપ હાઈકમાન્ડને આ બાબતે ફરિયાદ કરીશ.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







