દેશમાં US એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ, વિઝા અને પાસપોર્ટ સેવાઓ કરાઈ સ્થગિત

ભારતમાં યુએસ એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ્સ 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. આ નિર્ણય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક એક્ઝિક્યુટિવ ઓર્ડરના પગલે લેવામાં આવ્યો છે. નાતાલના પર્વને ધ્યાનમાં રાખીને લેવાયેલ આ પગલાથી તમામ વિઝા, પાસપોર્ટ અને કોન્સ્યુલર સેવાઓ આ ત્રણ દિવસ માટે અટકી જશે.

દેશના મુખ્ય શહેરોમાં આવેલી યુએસ દૂતાવાસો (દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદ)માં નિયમિત વિઝા ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ પ્રક્રિયા નહીં ચાલે. જે અરજદારોની એપોઇન્ટમેન્ટ આ સમયગાળામાં હતી, તેમને ઇમેઇલ મારફતે નવી તારીખોની જાણ કરવામાં આવશે. જો કે, મેડિકલ ઇમરજન્સી અથવા ગંભીર કિસ્સાઓ માટે હેલ્પલાઇન કાર્યરત રહેશે.

એમ્બેસીએ સ્પષ્ટ કર્યું છે કે 27 ડિસેમ્બરથી તમામ સેવાઓ ફરી શરૂ થશે. અરજદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર સત્તાવાર પોર્ટલ પરથી જ અપડેટ્સ તપાસે અને કોઈ અફવા પર વિશ્વાસ ન કરે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની નકલ સોંપી, 11 વાગ્યે ગૃહમાં કેન્દ્રીય બજેટ કરશે રજૂ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે, 1 ફેબ્રુઆરીના રોજ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને દેશના સંસદીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવશે. આ બજેટમાં વિકાસની ગતિ જાળવી રાખવા, નાણાકીય શિસ્ત જાળવવા અને…

બજેટ પહેલા શેરબજારમાં ઘટાડો, જાણો સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ

બજેટ પહેલા શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 62.70 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો છે. વેદાંત, હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કોપરમાં નોંધપાત્ર ઘટાડો…