ભારત–યુરોપિયન યુનિયન (EU) બિઝનેસ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના બદલાતા પરિસ્થિતિ પર ગંભીર સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે આજે વેપાર, ટેક્નોલોજી અને રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે. તેમ છતાં, વડાપ્રધાન મોદીએ કોઈ દેશનું નામ લીધું નહોતું, પરંતુ તેમના નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક ટ્રેડ અને ટેરિફ નીતિઓ માટે પરોક્ષ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ India–EU વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને “નવા યુગની શરૂઆત” ગણાવી અને જણાવ્યું કે આ કરાર માત્ર આર્થિક સહયોગ પૂરતો સીમિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વસનીય, સ્થિર અને ભવિષ્યમુખી સપ્લાય ચેઇનનું નિર્માણ કરવાનું મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે આંકડાઓ સાથે India–EU સંબંધોની ઊંડાઈ દર્શાવી. EU ના દેશોમાં ભારતીય રોકાણ આશરે 40 અબજ યુરો છે, જ્યારે 6,000 થી વધુ યુરોપિયન કંપનીઓ ભારતમાં કાર્યરત છે. આ સાથે, યુરોપમાં લગભગ 1,500 ભારતીય કંપનીઓ સક્રિય છે. છેલ્લા દસ વર્ષમાં India–EU વચ્ચે વેપાર 180 બિલિયન યુરો સુધી પહોંચ્યો છે.
FTAના લાભોમાં શ્રમ-આધારિત ઉદ્યોગો, ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણ, ઓટો પાર્ટ્સ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, કૃષિ અને मत્સ્યઉદ્યોગને યુરોપિયન બજારમાં વિસ્તૃત પ્રવેશ મળશે, જેનાથી ખેડૂતો અને માછીમારોની આવકમાં વધારો શક્ય છે. IT, એજ્યુકેશન, બિઝનેસ સર્વિસીસ અને ટ્રેડિશનલ મેડિસિન ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી થશે.
વડાપ્રધાન મોદીએ ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મુક્યો અને ગ્રીન હાઈડ્રોજન, સોલર એનર્જી, સર્ક્યુલર ઇકોનોમી, વોટર મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચર ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને રોકાણ વધારવાની અપીલ કરી. તેમણે પૂછ્યું કે શું ભારત અને યુરોપ મળીને ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, સેમિકન્ડક્ટર ચિપ્સ જેવા ક્ષેત્રોમાં બાહ્ય નિર્ભરતા ઘટાડીને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવી શકે? PM મોદીએ આ કરારને વિશ્વ માટે મજબૂત સંદેશ તરીકે વર્ણવ્યું અને જણાવ્યું કે India–EU FTA બિઝનેસ, નોકરીઓ અને નવી વૃદ્ધિ માટે નવી તકો લાવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






