સામાન રીતે ધારાસભ્ય ઠાઠ માઠથી રહેતા હોય છે. અમૂક ધારાસભ્યોને બાદ કરતાં તમામની રહેણી કહેણી વૈભવી હોય છે. અને પોતાના ઘરના પ્રસંગો ખૂબ ખર્ચ સાથે અને દેખાડા સાથે કરતાં હોય છે. આ દરમિયાન દાહોદના ધારાસભ્યએ સમૂહ લગ્નમાં ફેરા ફર્યા અને દાખલો બેસાડયો છે.
દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી લગ્નના તાંતણે બંધાયા છે. અને આ લગ્ન હવે ચર્ચાનો વિષે બન્યો છે. કારણકે ધારાસભ્યએ પોતાના લગ્ન અન્ય ત્રણ જરૂરિયાતમંદ યુગલો સાથે સમૂહ લગ્ન સમારોહમાં યોજીને સમાજને કુપ્રથાઓ સામે શક્તિશાળી સંદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે ધારસભ્યના લગ્નમાં મુખ્યમંત્રીએ પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો: ધોરણ 12માં નાપાસ થયેલા વિધાર્થીઓને રાજ્ય શિક્ષણ મંત્રીએ આપી સલાહ, જાણો શું કહ્યું
બિરસામુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ પંચમહાલ- દાહોદ- મહીસાગર ના સહયોગથી યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્યે અન્ય ત્રણ યુગલોના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી સમાજ અને દહેજ પ્રથા સહીત ખોટા ખર્ચ દુર થાય તે માટે જાહે કુરિવાજ સામે મોરચો માંડી સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે જ ધારાસભ્યએ સમૂહ લગ્નનો તમામ ખર્ચ ઉઠાવ્યો અને ત્રણેય કન્યાઓનું કન્યાદાન પણ તેમણે કર્યુ હતું. આ સાથે નવદંપતિને જરૂરી ઘરવખરી પુરી પાડી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







