કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના પુત્ર કરશે નવી પાર્ટીની સ્થાપના ! કેમ ચર્ચાઓ થઈ શરૂ ?

ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલના અવસાન બાદ તેમના સંતાનો રાજકારણમાં એન્ટ્રી કરવા માંથી રહ્યા છે. વર્ષ 2022ની ચૂંટણી પહેલા મુમતાઝ પટેલ ખૂબ જ ચર્ચામાં હતી. ત્યાર બાદ તેમના ભાઈ ફૈઝલ પટેલ પણ ચર્ચામાં આવ્યો. કોંગ્રેસ સાથેના સંબંધો બાદ પણ અન્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચાઓ થઈ. ત્યાર બાદ વર્ષ 2025ની શરૂઆતમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. અને હવે ફૈઝલ પટેલની પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની શકે છે. તેમણે કોંગ્રેસ (AP) પાર્ટી બનાવવાનો વિચાર કરતી પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે બહેન મુમતાઝ પટેલ કોંગ્રેસ (AP)માં જોડાય તેવી આશા વ્યક્ત કરી અને લોકો પાસે અભિપ્રાયો માંગ્યા છે.

જુઓ બન્નેની પોસ્ટના સ્ક્રીન શૉટ

શું કહ્યું મુમતાઝ પટેલે
ફૈઝલ પટેલની પોસ્ટને લઈને મુમતાઝ પટેલે પણ એક પોસ્ટ શેર કરી છે. આ મારા ભાઈના વિચારો અને નિર્ણયો તેના અંગત છે. નવી પહેલ કે બીજા રાજકીય પક્ષોમાં જોડાવવાની મારી યોજના નથી. મને આ સાથે ન જોડશો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…