ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, હવામાં ત્રણ ચક્કર બાદ સલામત લેન્ડિંગ

દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોમાં થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ હતી. સાંજના 5:55 વાગ્યે ભુજ એરપોર્ટ પહોંચવાની હતી તે ફ્લાઈટે લેન્ડિંગ પહેલા આકાશમાં ત્રણ ચક્કર લગાવ્યા હતા. ટેક્નિકલ કારણોસર તરત લેન્ડ કરવાની મંજૂરી ન મળતા પાયલોટે પૂરતી સાવચેતી રાખી ચોથા પ્રયાસમાં વિમાનને સફળ અને સલામત રીતે ઉતાર્યું હતું. આ ઘટનાને કારણે ફ્લાઈટ અંદાજે 35 મિનિટ મોડી પહોંચી હતી.

ભુજના આકાશમાં લાંબા સમય સુધી વિમાન ફરતું રહેતાં મુસાફરો ગભરાઈ ગયા હતા, જોકે અંતે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ સ્થિતિ રૂટિન પ્રક્રિયાનો જ ભાગ હતી અને કોઈ ગંભીર જોખમ નહોતું. ઘટનાની તકનિકી તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એર ઈન્ડિયાના બોઇંગ 787-8 વિમાનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની ખામીના કેસ સામે આવ્યા છે. લંડનથી બેંગલુરુ આવતી ફ્લાઈટમાં આવી સમસ્યા જણાતા વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું અને DGCAને જાણ કરવામાં આવી હતી. DGCAના નિર્દેશ બાદ એર ઈન્ડિયાએ તેના તમામ બોઇંગ 787 વિમાનોના ફ્યુઅલ સ્વિચની તપાસ કરી હતી, જેમાં અન્ય કોઈ ખામી મળી નહોતી.

એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો અને ક્રૂની સલામતી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ શંકાસ્પદ સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…