અમેરિકામાં 8000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઇ, સમગ્ર દેશ માટે ઇતિહાસનો સૌથી મોટો ખતરો !

અમેરિકામાં સપ્તાહના અંતે નિર્ધારિત 8,000 થી વધુ ફ્લાઇટ્સ અચાનક રદ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર દેશમાં ગભરાટ ફેલાયો છે. અમેરિકાના ઇતિહાસમાં દેશ પર મંડરાઈ રહેલા સૌથી મોટા ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી હજારો મુસાફરોની મુશ્કેલીઓ વધી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દેશને કટોકટી માટે તૈયાર રહેવા સૂચના આપી છે. દેશવ્યાપી એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. અમેરિકા તેના ઇતિહાસના સૌથી મોટા ખતરાનો સામનો કરવા જઈ રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક દિવસ પહેલા જ દેશને આ ખતરા વિશે ચેતવણી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે દેશના 40 થી વધુ રાજ્યોમાં હિમયુગ જેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે, જ્યાં તાપમાન માઈનસ 40 ડિગ્રીથી નીચે આવી શકે છે. અમેરિકાના ઘણા…