ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા

ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂ પીવા માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. આ નિર્ણય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, વિદેશી મહેમાનો અને કોર્પોરેટ સેક્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નવા નિયમોની મુખ્ય બાબતો સરકારના જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં ‘વાઇન એન્ડ ડાઈન’ સુવિધાને વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને હવે દારૂ સેવન માટે અલગ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, રેસ્ટોરન્ટ અથવા ક્લબમાં દારૂ…

ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું

2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…

દેશને મળશે 4 નવી વંદે ભારત ટ્રેનો, મુસાફરીમાં ઝડપી અને આરામદાયક સુવિધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 8 નવેમ્બરના રોજ લીલી ઝંડી મળનારી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશભરમાં મુસાફરીને ઝડપી અને આરામદાયક બનાવશે. આ નવી ટ્રેનો મહત્વપૂર્ણ રૂટ્સ પર દોડશે અને પ્રવાસન, વેપાર અને પ્રાદેશિક વિકાસ માટે નવા દરવાજા ખોલશે. નવી વંદે ભારત ટ્રેનોના રૂટ અને ખાસિયતો: વારાણસી-ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ સીધી કનેક્ટિવિટી સાથે મુસાફરીનું સમયકાળ લગભગ 2 કલાક 40 મિનિટ ઘટશે. આ રૂટ વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહોને જોડશે. પ્રવાસન અને ધાર્મિક સ્થળોને સરળ અને ઝડપી જોડાણ મળશે. લખનૌ-સહારનપુર વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીનો સમય આશરે 7 કલાક 45 મિનિટ. લખનૌ, સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર અને સહારનપુર સહિતની કનેક્ટિવિટી વધશે રૂરકી અને હરિદ્વાર માટેનો મુસાફરી સમય પણ સુધરશે. ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ફક્ત 6 કલાક 40…