જમ્મુ કશ્મીર: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9 લોકોના મોત 27 ઘાયલ
શુક્રવારે રાત્રે દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. રાત્રે 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં 9 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે, જ્યારે 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાસ્થળે માનવ શરીરના અવશેષો 300 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયાનું જાણવા મળ્યું છે. ssવિસ્ફોટના પ્રહારથી પોલીસ સ્ટેશનનો મોટો ભાગ ઢળી પડ્યો. આગના ગોટેગોટા અને ઘેરો ધુમાડો દૂર સુધી જોવા મળ્યો. બચાવ કાર્યને શરૂઆતમાં મુશ્કેલી પડી કારણ કે નાના વિસ્ફોટો સતત થતા રહ્યા. કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની શકયતા વ્યક્ત થઈ છે. તપાસના બે મુખ્ય સંદર્ભો: સુરક્ષા એજન્સીઓ આ વિસ્ફોટને લઈને બે ખૂણાઓથી તપાસ કરી રહી છે: 1. બેદરકારીનો મુદ્દો પોલીસ સ્ટેશનની અંદર 360 કિલો એમોનિયમ નાઈટ્રેટ વિસ્ફોટક સામગ્રી…
પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ, પાકિસ્તાને ટ્રમ્પ પાસે માંગી મદદ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં મોટા ભાગના ભોગ બનનાર પ્રવાસીઓ હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં ચક્રાવાતી દોષારોપણ શરૂ થયો છે અને પાકિસ્તાનના આતંકવાદી સમર્થન વિરુદ્ધ ભારતે દૃઢ વલણ અપનાવ્યું છે. ભારતની સતત કડક કાર્યવાહીથી પાકિસ્તાનમાં ઘબરાહટ હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોએ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં આતંકી ઠેકાણાઓ સામે તીવ્ર કાર્યવાહી શરૂ કરી છે. બીજી બાજુ, પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે. ભારતે સ્પષ્ટ સૂચવ્યું છે કે આતંકવાદ સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગણી વિસ્તરતા તણાવના દ્રશ્યો વચ્ચે, અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓસરાવવા દખલ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે,…








