ટેકાના ભાવે તુવેરની ખરીદી મામલે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત

વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33…

બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન, રાજકારણમાં ગરમાવો જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો વિડિયો વાયરલ થતા લોકગાયકો અને કલાપ્રેમીઓમાં રોષની લાગણી ખેડૂત સભા દરમિયાન લાલજી દેસાઈની મર્યાદા ઓળંગતી ટિપ્પણી   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન”ની કામગીરી આગામી તા. 21 ફેબ્રુઆરીથી થશે શરૂ, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ચાલુ વર્ષે ચોમાસા પહેલા જળ અભિયાનના કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્યભરમાં “સુજલામ સુફલામ જળ અભિયાન” ફેબ્રુઆરી માસથી જ શરૂ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આ અભિયાન આગામી તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પાણીને બચાવવા અને તેના સંગ્રહ માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 8 વર્ષથી જળ સંગ્રહની કામગીરી કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલનથી દર વર્ષે “સુજલામ સુફલામ જળ અભિયાન” હાથ ધરવામાં આવે છે. આ અભિયાન…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 32 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. 9516 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ 32.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. 9466 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે 33 જિલ્લાઓમાંથી 30,06,865 લાભાર્થીના રૂ. 8610 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ 29,93,689 ખેડૂતોને કુલ રૂ. 8571 કરોડની…