અજિત પવારના ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ મળ્યું, જાણો ક્રૂના છેલ્લા શબ્દો શું હતા?
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું ગઇકાલે (28 જાન્યુઆરી) વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. આ દુ:ખદ ઘટનાના એક દિવસ પછી, ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યા છે. ડીજીસીએ અને ફોરેન્સિક અધિકારીઓ ક્રેશ સ્થળની તપાસ કરી રહ્યા છે. ટીમે સમગ્ર ઘટનાસ્થળની સંપૂર્ણ તપાસ કરી છે. અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટા મળી આવશે, તો અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે નક્કી કરવા માટે તેમની તપાસ કરવામાં આવશે. હવે, દિલ્હી સ્થિત VSR એવિએશન દ્વારા સંચાલિત લર્નજેટ 45 નું બ્લેક બોક્સ મળી આવ્યું છે. મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે…







