એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનરમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી, જાણો વિગત

એર ઈન્ડિયાના વિમાનમાં ફરીથી ખામી સર્જાઈ છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે લંડનથી બેંગલુરુ જવાની ફ્લાઈટ દરમિયાન પાઇલટે એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં ખામી નોંધતા તરત વિમાનને ગ્રાઉન્ડેડ કર્યું. આ પગલાંથી મુસાફરો અને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ખામીની વિગતો બોઈંગ 787 ડ્રીમલાઈનરમાં દરેક એન્જિનમાં એક ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ હોય છે. નોંધનીય છે કે ગયા વર્ષે Ahmedabadમાં સમાન ખામીને કારણે 260 લોકોના મોત સાથે ઘાતક દુર્ઘટના સર્જાઈ હતી. એર ઈન્ડિયાના નિવેદન મુજબ, પાઇલટે ટેકઓફની તૈયારી દરમિયાન જોયું કે સ્વિચ સ્થિર ન રહેતું અને વારંવાર બંધ થઈ રહ્યું હતું, જેના કારણે ફ્લાઈટને સુરક્ષા માટે તાત્કાલિક રદ કરવામાં આવી. DGCA અને બોઈંગની તપાસ એર ઈન્ડિયાએ ખામી અંગે DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ને જાણ કરી છે અને વિમાનને સેવામાંથી…