Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર

સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રત્નકલાકારોની હડતાળના બેનર પણ લાગ્યા છે. કતારગામ દરવાજા ફલાય ઓવર બ્રિજ નીચે રત્નકલાકારો ભેગા થશે. જેના બાદ બ્રિજ નીચે ભેગા થયેલ રત્નકલાકારો રેલી કાઢશે. DWUG દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલી માટે પોલીસની મંજૂરી પણ માગી છે. રવિવારે સવારે 9.30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે.

આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી

રત્નકલાકારોની એકતા રેલી :- ગાંધી ચિંધ્યા માર્ગે રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. ગત વર્ષની દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મહામંદી જોવા મળી.હીરા બજારમાં મોટી કીમત વેચાતા લેબગ્રોન ડાયમંડ જેવા હીરાના વેચાણમાં અધધ..ઘટાડો આવ્યો છે. કહી શકાય કે હાલમાં જોવા મળતી હીરા ઉદ્યોગની મંદી 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળી છે. હીરાની કેટલીક ફેક્ટરીઓ બંધ થતા 17 લાખ રત્નકલાકારો સંકટમાં મુકાયા હતા.

આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો, 10 વર્ષથી ફાયર-એનઓસી નથી લીધી

હીરા ઉદ્યોગમાં મંદી :- હીરા ઉદ્યોગમાં મંદીના કારણે મોટા ઉદ્યોગપતિઓથી લઈને રત્નકલાકારોને મહામુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીરા ઉદ્યોગમાં મંદીની સૌથી વધુ અસર રત્નકલાકારો પર જોવા મળી રહી છે. મંદીના કારણે અનેક રત્નકલાકારોએ આત્મહત્યા કરી તો કેટલાક આર્થિક બોજાના કારણે લૂંટ અને ચોરી જેવી ગુનાહીત પ્રવૃત્તિ તરફ વળ્યા. તો ઉદ્યોગપતિઓ ધંધો છોડી બીજા કારબારોમાં જઈ રહ્યા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *