પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે.

“પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ”
કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા પોલીસને સંપૂર્ણ સહકાર અને જરૂરી સત્તાઓ આપવામાં આવી છે, જેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે.

તેમણે વધુમાં ઉમેર્યું કે સોશિયલ મીડિયા મારફતે પણ લોકો સીધી માહિતી આપી શકે છે અને કોઈપણ પ્રકારના દબાણ અથવા ભલામણથી કાયદાની કાર્યવાહી પ્રભાવિત નહીં થાય.

રાજ્ય સરકારે પોલીસના આધુનિકીકરણ અને સુવિધા વિસ્તરણ માટે મોટા પાયે આયોજન હાથ ધર્યું છે, જેનાથી સુરક્ષા તંત્ર વધુ સશક્ત બનશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું રોકાણ, બનાવશે મેગા AI હબ

ગુગલ આગામી 5 વર્ષમાં ભારતમાં 15 બિલિયન ડોલર ( 1.25 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. કંપનીનું આ રોકાણ દેશનું પહેલું મોટું AI હબ બનાવવાનો ભાગ હશે. આ મહત્વપૂર્ણ જાહેરાત ગુગલના…

સુપ્રીમ કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્ત્વનો નિર્ણય: નાડુ ખેંચવું, શરીરને સ્પર્શ કરવું હવે રેપમાં ગણાશે

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને રદ્દ કરતા કાયદામાં સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના 17 માર્ચ 2025ના ચુકાદામાં પાયજામાની દોરી ખોલવા જેવા કૃત્યને રેપની તૈયારી તરીકે ગણાવવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ…