સોનમ વાંગચુકની ધરપકડ મામલે તેમની પત્ની ગીતાંજલિએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, જાણો શું કહ્યું

લદ્દાખમાં ઝેન- ઝી વિરોધ પ્રદર્શન અને હિંસા બાદ તાજેતરમાં ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગ્મોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. તેમણે વાંગચુકની ધરપકડને પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.

ગીતાંજલી આંગ્મોએ ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે . તેમણે એમ પણ કહ્યું કે તેમને હજુ સુધી અટકાયતના આદેશની નકલ મળી નથી, જે નિયમોનું ઉલ્લંઘન છે.

ગીતાંજલિ આંગ્મોએ વાંગચુક પર NSA (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લાદવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમની મુખ્ય માંગણીઓમાં વાંગચુકની તાત્કાલિક મુક્તિનો સમાવેશ થાય છે. આ અરજી તેમના પતિની અટકાયત બાદ દાખલ કરવામાં આવી હતી.

ઉઠાવ્યો ગંભીર મુદ્દો
ગીતાંજલી આંગ્મોએ પોતાની અરજીમાં એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમને હજુ સુધી અટકાયતના આદેશની નકલ મળી નથી. તેમનું માનવું છે કે અટકાયતના આદેશની નકલ ન મળવી એ કાયદાનું ઉલ્લંઘન છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે તેમના પતિની અટકાયત પછી તેમનો તેમના સાથે કોઈ સંપર્ક થયો નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો…

કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *