ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા વાતાવરણને લઈ સમગ્ર દેશ એક થઈ અને પાકિસ્તાન સામે જાણે મોરચો માંડ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બીજી તરફ હવે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. આ દરમિયાન રાજકોટ ભાજપના એક કોર્પોરેટરની પોસ્ટથી વિવાદ સામે આવ્યો છે. RAJKOT BJP નામના ગ્રૂપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ મૂકી હતી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે…(જો આ પાછું નવું આવ્યું).’
RAJKOT BJP નામના વોટ્સએપ ગ્રૂપમાં વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ભાજપના આ ગ્રૂપમાં 462 જેટલા સભ્ય છે જેમાં રાજકોટના ચારેય ધારાસભ્ય, તમામ કોર્પોરેટર ઉપરાંત પૂર્વ અને વર્તમાન હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. જોકે ભાજપના કોર્પોરેટરે ખુલાસો કર્યો કે આ પોસ્ટ મસ્તીમાં મૂકી હતી.
આ પણ વાંચો: IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?
મહત્વની વાત એ છે કે, દેશભરમાં પાકિસ્તાન સામેના તણાવને લઈને રોષ જોવા મળ્યો છે. સરકારના નિર્ણયને દેશ એક થઈ સ્વીકારી અને સેનાનો જુસ્સો વધારી રહ્યા છે. આ દરમિયાન ભાજપના કોર્પોરેટરની પોસ્ટથી હોવાળો મચ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારોએ આ મામલાની પ્રદેશ કક્ષાએ જાણ કરી છે. જોકે આ કોર્પોરેટર પર ભાજપ શું એક્શન લે એ જોવાનું રહ્યું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







