દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યને વધુ બહેતર માનવામાં આવે છે. પરંતુ હવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ કથળી છે. તેવામાં 2014માં રાજકોટમાં યુવકની હત્યા કરીને 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો છે. રાજકોટમાં યુવકની હત્યા કરી 11 વર્ષથી ફરાર આરોપીને LCBએ તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ઝડપી પાડ્યો છે. 2014માં મવડીમાં રહેતા યુવકની હત્યાના કેસમાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં વધતા ગુનાઓને લઈને સરકાર એકશનમાં, હર્ષ સંઘવીએ કહ્યું- કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો
LCBએ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા યુવકની હત્યાના કેસમાં 11 વર્ષથી ફરાર આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં બેફામ ફરતો હતો. રાજકોટ LCBને બાતમીના આધારે તમિલનાડુના તિરુનેલવેલીમાંથી ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો :- Ahmedabad : રાજ્યમાં ડ્રગ્સ વિરૂદ્ધ મોટુ અભિયાન, વિધાનસભામાં ગુજરાત ATSએ આંકડા કર્યા રજૂ
તમિલનાડુના તિરુનેલવેલીમાં સતત 3 દિવસ સુધી ક્રાઈમ બ્રાન્ચની ટીમ વાસણ વેચનાર, ફેરિયા, નાળિયેરના વેપારી બનીને વેશપલટો કર્યો હતો. તેવામાં માહિતી મળી કે આરોપી તમિલનાડુના તિરુનેલવેલીમાં છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચે વેશપલટો કરીને હત્યારા ગોવિંદ કાલુરામ ખાન ઠકુરીને દબોચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








