એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન પોલીસે અફિણ કેસમાં થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. જેને લઈને યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
રાજસ્થાનમાં અફિણ મામલે કોંગ્રેસના નેતાની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યુ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન મુદ્દે કર્યા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ પકડે તો શક્તિસિંહ કે કોંગ્રેસ બિરદાવતા નથી. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ અફિણ અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા છે. રાજસ્થાનમાં પકડાયેલા ઠાકરશી રબારી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા છે. ગુજરાત પોલીસે ઠાકરશી રબારી સામે પાસાની દરખાસ્ત પણ કરી હતી.
કેમ કરવામાં આવી અટકાયત
9 એપ્રિલે મધ્યપ્રદેશના બે આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ મળ્યો હતો. મઘ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરસી રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરસી રબારીની ધરપકડ થઇ હતી. જેને લઈને કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીની અટકાયત કરવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







