હિજાબ પર ઓવૈસીના નિવેદનથી રાજકીય ગરમાવો, ભાજપ-કોંગ્રેસે કર્યો પ્રહાર

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીના એક નિવેદને રાજકીય માહોલ ગરમાવ્યો છે. સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઓવૈસીએ કહ્યું હતું કે, “એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બનશે.” તેમના આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ તરફથી કડક પ્રતિક્રિયાઓ સામે આવી છે.

ઓવૈસીએ ભારતીય બંધારણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાન અધિકારો આપે છે અને અહીં કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી બની શકે છે. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં માત્ર મુસ્લિમ પ્રધાનમંત્રી બની શકે છે, જ્યારે ભારતમાં આવી કોઈ બંધનકારક જોગવાઈ નથી. “હું ઈચ્છું છું કે એક દિવસ ભારતની પ્રધાનમંત્રી હિજાબ પહેરનારી બને,” તેમ તેમણે ઉમેર્યું હતું.

આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના પ્રભારી ભાજપના મંત્રી દિનેશ સિંહે કહ્યું કે, “આ ફક્ત સ્વપ્ન જ હોઈ શકે છે. સ્વપ્ન જોવું ખરાબ નથી, પરંતુ તે દિવાસ્વપ્ન સમાન છે.”

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે પણ ઓવૈસીના નિવેદન પર ટીકા કરી હતી. તેમણે કહ્યું, “તેઓ એવી વાતો કરી રહ્યા છે જે શક્ય નથી. લોકશાહીમાં દરેકને અધિકાર છે, પરંતુ હિજાબ પહેરવો કે ન પહેરવો એ વ્યક્તિગત પસંદગી છે.”

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “બંધારણ કોઈને પ્રધાનમંત્રી બનતા રોકતું નથી, પરંતુ ઓવૈસીએ પહેલા પોતાની પાર્ટીમાં પસમાંદા અથવા હિજાબ પહેરેલી મહિલાને અધ્યક્ષ બનાવવાની હિંમત બતાવવી જોઈએ.”

આ મુદ્દે રાજસભા સાંસદ મનોજકુમાર ઝાએ કહ્યું કે, “આ કોઈ મુદ્દો જ નથી. પ્રધાનમંત્રી કોઈ પણ બની શકે છે. આવા મુદ્દાઓ ઉછાળી નફરતની રાજનીતિને આગળ ધપાવવામાં આવે છે.”

મહારાષ્ટ્રમાં આવનારી મ્યુનિસિપલ ચૂંટણીઓના સંદર્ભમાં ઓવૈસીએ ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે, ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાન માને છે અને કોઈને ઊંચું કે નીચું ગણતું નથી. “અહીં બધા સમાન છે—આ જ લોકશાહીની સાચી ભાવના છે,” તેમ તેમણે જણાવ્યું.

ઓવૈસીના આ નિવેદન બાદ રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા તેજ બની છે, અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો…

કેન્દ્રીય બજેટ 2026: રમતગમતના સાધનો થશે સસ્તા, ખેલો ઇન્ડિયા મિશન બદલશે રમતગમતની દ્રષ્ટિ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2026–27ના બજેટમાં રમતગમત ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે ભારત ઉચ્ચ ગુણવત્તાવાળા અને કિફાયતી રમતગમતના સાધનો માટે વૈશ્વિક હબ બનવાની ક્ષમતા ધરાવે…