“પીએમ મોદી મારાથી ખુશ નથી કારણ કે…” ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું છે મામલો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધોને લઈને એક વખત ફરી ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે તેમની અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો છે, પરંતુ ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને કારણે તેઓ પીએમ મોદાથી નારાજ છે.

ટ્રમ્પના કહેવા મુજબ, રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારતને ઊંચા ટેરિફ ચૂકવવા પડે છે, જે બાબત તેમને પસંદ નથી. તેમણે કહ્યું, “વડા પ્રધાન મોદી ખૂબ સારા વ્યક્તિ છે. તેઓ જાણે છે કે હું નાખુશ છું અને મને ખુશ કરવું જરૂરી છે.”

સંરક્ષણ અને વેપાર મુદ્દે ટ્રમ્પની ટિપ્પણી
એક મુલાકાતનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ તેમને મળવા માટે પોતે સમય માગ્યો હતો. સંરક્ષણ સહયોગ અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે ભારત લાંબા સમયથી અપાચે હેલિકોપ્ટરની રાહ જોઈ રહ્યું હતું અને હવે સ્થિતિ બદલાઈ રહી છે. તેમના જણાવ્યા અનુસાર, ભારતે 68 અપાચે હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે.

અગાઉ એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ચાલે છે, પરંતુ જો અમેરિકા ઈચ્છે તો તે ભારત પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકે છે. તેમણે સંકેત આપ્યો હતો કે રશિયા સાથે વેપાર કરનારા દેશો સામે અમેરિકા કડક પગલાં લઈ શકે છે.

મોદી-ટ્રમ્પ વચ્ચે ફોન કોલ બાદ નિવેદન
ટ્રમ્પનું આ નિવેદન પીએમ મોદી અને તેમની વચ્ચે થયેલા તાજેતરના ફોન કોલના થોડા અઠવાડિયા બાદ આવ્યું છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ટેરિફ તણાવ વચ્ચે પણ દ્વિપક્ષીય વેપાર અને સહકાર આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કોલ એ જ દિવસે થયો હતો જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ ઉકેલવા માટે વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂ થયો હતો.

“ટેરિફ સમસ્યા બે મિનિટમાં ઉકેલાઈ જશે” – ટ્રમ્પ
ટેરિફ મુદ્દે ટ્રમ્પે કહ્યું, “અમે આ સમસ્યા હલ કરીશું. ટેરિફ બે મિનિટમાં સમસ્યાઓનું નિરાકરણ લાવે છે.” હાલ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ પરની ચર્ચા સ્થગિત છે. અમેરિકા ભારત પર તેના કૃષિ બજારને વધુ ખોલવા માટે દબાણ કરી રહ્યું છે, જ્યારે ભારતનું કહેવું છે કે તે પોતાના ખેડૂતો અને સ્થાનિક કૃષિ હિતોને અવગણી શકે નહીં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

ઈઝરાયલે South Pars Gas Field પર હુમલો કર્યો, ઈરાનની ખાડી દેશોને કડક ધમકી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ હવે વધુ ગંભીર બન્યો છે. ઈરાનના વિશ્વના સૌથી મોટા ગેસ ક્ષેત્રોમાંના એક, South Pars Gas Field, પર તાજેતરમાં થયેલા હુમલાએ સમગ્ર ખાડી પ્રદેશમાં…