“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”

પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ તેને પ્રોત્સાહન આપનાર દરેક જીવંત કડી સુધી પહોંચવું જોઈએ.” એ કારણે, હવે કાયદાની નજરમાં સરકારી કર્મચારી ન હોવા છતાં ભ્રષ્ટાચારમાં સહભાગી વ્યક્તિને પણ દોષિત ઠેરવી શકાય છે.

આ ચુકાદો પી. શાંતિ પુગઝેન્થી વિ. રાજ્ય કેસના સંદર્ભમાં આવ્યો છે. આરોપ મુજબ એક સરકારી અધિકારીની પત્નીએ પોતાની ઓળખ અને પદનો દુરુપયોગ કરીને આવી સંપત્તિ મેળવણીમાં સહભાગી થઈ હતી જે તેની પતિની આવકથી અનેકગણી વધારે હતી.

ભ્રષ્ટાચારના કેસમાં ભાગીદારીનું પરિભાષાંતરણ
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) મુજબ કોઈ સરકારી કર્મચારી પોતાની આવકના ન્યાયસંગત સ્ત્રોતથી વધુ સંપત્તિ ધરાવે તો એ ગુનો છે. પણ અહીં મહત્વની વાત એ છે કે, એ સંપત્તિ જો બીજાના નામે રાખવામાં આવી હોય – અને એ બીજું વ્યક્તિ સરકારી કર્મચારી ન હોય, તો શું કાયદો તેને છૂટ આપી દે?

સુપ્રીમ કોર્ટએ અહીં સ્પષ્ટતા કરી કે,  “જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારીને ભ્રષ્ટાચાર કરવા માટે સહાય કરે છે, પ્રોત્સાહિત કરે છે, અથવા આવકથી વધુ સંપત્તિ છુપાવવા માટે માધ્યમ બને છે, તો તે પણ IPC કલમ 109 તથા PC Act હેઠળ દોષિત ઠરાવી શકાય છે. even if they are not a public servant.” (ભલે તેઓ જાહેર સેવક ન હોય) આ વાક્ય એ કાયદાના ક્ષેત્રે પથદર્શક છે. એટલે હવે ભ્રષ્ટાચારના પાત્રો માત્ર પદ પર બેઠેલા નહીં પણ પડછાયાંમાં રહેતા સહયોગીઓ પણ હશે.

આ ચુકાદો એવું સ્પષ્ટ કરે છે કે ભ્રષ્ટાચારનો નકશો હવે આરોપીને જ નહીં, સહઆરોપીઓને પણ ઘેરી લેશે. આ નિર્ણય ભવિષ્યમાં તપાસ એજન્સીઓને ઘેરા સ્તરે જઈ તપાસ કરવા માટે કાનૂની આધાર પૂરો પાડે છે.

આ નિર્ણય ભવિષ્યના અનેક કેસોમાં ખાસ કરીને ત્યારે ઉપયોગી બનશે જ્યારે ભ્રષ્ટાચારના ધંધામાં કોઈ “બેનામી” નામે સંપત્તિ રાખે છે, અથવા પોતાના પરિવારજનો, મિત્રો કે અન્ય ઇન્વેસ્ટર વેશમાં સહયોગીઓ મદદરૂપ બને છે.

દોષિતોની પરિભાષા વધુ વ્યાપક બની
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એ રાજકીય, પ્રશાસકીય અને સામાજિક સ્તરે પણ સ્પષ્ટ સંદેશ આપે છે— “જેમને તમે પર્દા પાછળ છુપાવશો, તેઓ હવે કાયદાની સામે ખુલ્લા પડશે.” ભ્રષ્ટાચાર સામેની લડાઈ હવે માત્ર પદવિધારકો સુધી સીમિત નહીં રહી – હવે દોષિતોની પરિભાષા વધુ વ્યાપક બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

કૃષિ ક્ષેત્રના યોગદાનને સલામ: ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નો ભવ્ય સમારોહ

ભારત એક કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાય છે, અને તેમાં પણ ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીનતા, પ્રગતિ અને આત્મનિર્ભરતાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડતું રહ્યું છે. ખેતી માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ…

ધુરંધર-2 માં અતીક અહમદની કહાની: હકીકત કે પ્રોપેગાંડા? ISI કનેક્શન અને ફેક કરન્સીની સ્ટોરી કેટલી સાચી?

ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચિત સીક્વલ ફિલ્મોમાંથી એક ધુરંધર-2  19 ફેબ્રુઆરી, શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મના નિર્દેશક આદિત્ય ધર એ આ ફિલ્મમાં અપરાધ અને રાજકારણ વચ્ચેના એ ગાઢ સંબંધને પડદા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *