MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ

પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક વખત હાર્દિક પટેલના નિવેદનથી ચર્ચાઓ તેજ થઈ છે. હાર્દિક પટેલએ આગામી 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને અસ્તિત્વ ટકાવવા સમાજને જાગૃત થવાની હાર્દિક પટેલે અપીલ પણ કરી છે.

દેત્રોજ પંથકમાં આયોજિત ચુવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ગામડાઓમાં આપણી સંખ્યા સતત ઓછી થતી જાય છે. જો આપણે જાગૃત નહીં થઈએ તો આવનારા સમયમાં ગામડાઓમાં આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.” તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજે હવે આ ગંભીર મુદ્દે ચિંતન કરવાની જરૂર છે કે આવનારા 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે.

ચૂંટણી કાર્ડ હંમેશા વતનનું જ રાખજો : હાર્દિક પટેલ 

હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, ભલે ધંધા-રોજગાર માટે અમદાવાદ સ્થાયી થયા હોવ કે પછી અમેરિકા ગયા હોવ, પણ તમારું ચૂંટણી કાર્ડ હંમેશા વતનનું જ રાખજો. જે દીકરા-દીકરીઓ 18 વર્ષના થાય, તેમના વોટિંગ કાર્ડ પણ વતનમાં જ કઢાવવા જોઈએ. તેમણે રહસ્યમય રીતે ટકોર કરતા જણાવ્યું હતું કે, “ખરો સમય આવશે ત્યારે ખબર પડશે કે હાર્દિકે આજે આ વાત કેમ કરી હતી.”

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…