મિડિયાને કોર્ટથી સુરક્ષા: SCનો ઐતિહાસિક ચુકાદો

પંકજ મકવાણા, અમદાવાદ સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ વલણ: મિડિયા શું પ્રકાશિત કરે તે નક્કી કરવાનો અધિકાર કોર્ટનો નથી

“જ્યાં સત્તા શબ્દો ડરાવે, ત્યાં ન્યાય લોખંડ બને છે!”

2025ના 9 મેના રોજ સુપ્રીમ કોર્ટએ એક એવી વાત કહી જે આજના યુગના પત્રકારો માટે નભમાંથી અવાજ જેવી છે: “કોર્ટનું કામ નહી કે કઈ મીડિયા સામગ્રી પ્રકાશિત કરવી કે નહિ.”

 

પૃષ્ઠભૂમિ એ હતી કે Delhi High Courtએ Wikipediaના એક પેજને ANIના કહેવાથી ડિલીટ કરવાનો આદેશ આપ્યો હતો — કારણ કે એમાં ANIને “સરકારના પ્રવક્તા” તરીકે દર્શાવાયું હતું. ANIના ભાવના દુભાઈ ગયા હતા. પણ Wikipedia crowd-sourced પ્લેટફોર્મ છે — એટલે એમાં હજારો વપરાશકર્તાઓના વિચારો હોય છે. આ પ્લેટફોર્મના મૂળભૂત સ્વરૂપને જ અદાલતે ખંડિત કરી દીધું.

 

પણ સુપ્રીમ કોર્ટ ખમતી ઊભું રહ્યું:-  ન્યાયમૂર્તિ અભય એસ. ઓકા અને ન્યાયમૂર્તિ ઉજ્જલ ભુયાનની ખંડપીઠએ કહ્યું:  “કોર્ટો ખૂલ્લા અને જાહેર મંચ છે. તેમને ચર્ચા, ટીકા અને નિરીક્ષણ માટે ખુલ્લા રહેવું જ જોઈએ.” આ શબ્દો માત્ર Wikimedia માટે જ નહિ — એ દરેક ન્યૂઝ પોર્ટલ, નાગરિક અને પત્રકાર માટે આશાવાદ છે. જ્યારે સરકારી નેફા માટે કામ કરતા માધ્યમ પોતે “માનહાની”ના કાયદા પાછળ છૂપાય છે — ત્યારે સવાલ એ છે કે સાચા પત્રકાર માટે બાકી શું છે?

 

જો કોણ કેટલુ પ્રચાર કરે છે એ કહેવાથી એવું લાગી જાય કે ઈમેજ દૂષિત થઈ ગઈ – તો પછી ‘ઈમેજ’ હતી કે ‘નકાબ’?

 

નિષ્કર્ષ:

આ ચુકાદો પત્રકારિતાની નવી પળ છે. જ્યાં કોર્ટે કહ્યું કે – “અમે સત્ય સામે ફાવે તેવી શાંતિ નહિ, પરંતુ ચર્ચાસભર અશાંતિને વરેલો.”
ગુસ્તાખી માફ, પણ Wikipedia માટે જીત નહિ — આ તો મૌન પત્રકારિતાના યુગ સામે જાગૃત સમાજની પહેલી ઘંટડી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *