તુર્કીમાં મોટી વિમાન દુર્ઘટના: લિબિયાના લશ્કરી વડા સહિત સાત લોકોના મોત, વડા પ્રધાન દબેબેહે પુષ્ટિ આપી

તુર્કીમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લિબિયાના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત કુલ સાત લોકોના મોત થયા છે. લિબિયાના વડા પ્રધાન અબ્દુલ-હામિદ દબેબેહે આ દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મંગળવારે સાંજે લિબિયાનું પ્રતિનિધિમંડળ તુર્કીની રાજધાની અંકારામાં સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ખાનગી વિમાન ક્રેશ થયું હતું. વડા પ્રધાન દબેબેહે આ ઘટનાને “આકસ્મિક અને અત્યંત દુઃખદ” ગણાવી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ટેકનિકલ ખામીનો પ્રાથમિક અંદાજ
લિબિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાને ટેકઓફ કર્યા બાદ અંદાજે 30થી 40 મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી દુર્ઘટનાનું કારણ હોવાનું અનુમાન છે. તુર્કીના ગૃહ મંત્રીના જણાવ્યા મુજબ, ફાલ્કન-50 વર્ગના આ ખાનગી જેટએ મંગળવારે રાત્રે 8:30 વાગ્યે અંકારાના એસેનબોગા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ત્યારબાદ અંકારાના દક્ષિણમાં આવેલા હેમાના જિલ્લામાં ઇમરજન્સી લેન્ડિંગનો સંકેત મળ્યો હતો.

કાટમાળ મળી આવ્યો, તમામના મોતની પુષ્ટિ
અંકારા નજીક વિમાનનો કાટમાળ મળ્યા બાદ દુર્ઘટનાની પુષ્ટિ થઈ હતી. વિમાનમાં લિબિયાના લશ્કરી વડા ઉપરાંત અન્ય ચાર વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ અને ત્રણ ક્રૂ સભ્યો સવાર હતા. તમામના મોત થયા હોવાનું લિબિયન વડા પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

લિબિયા માટે મોટો આંચકો
મૃતકોમાં લિબિયાના ભૂમિ દળોના વડા, લશ્કરી ઉત્પાદન સત્તામંડળના અધિકારી, ચીફ ઓફ સ્ટાફના સલાહકાર અને એક લશ્કરી ફોટોગ્રાફરનો સમાવેશ થાય છે. અલ-હદ્દાદ પશ્ચિમ લિબિયાના ટોચના લશ્કરી કમાન્ડર હતા અને યુએન મધ્યસ્થતા હેઠળ લિબિયાના વિભાજિત દળોને એક કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.

દુર્ઘટનાના સમાચાર બાદ અંકારાનો એરપોર્ટ અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો હતો અને કેટલીક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તુર્કી અને લિબિયાના અધિકારીઓ દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…