મેટ્રોસિટી અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈ સૌથી મોટો નિર્ણય શક્ય, તોડવાની ભલામણ

મેટ્રોસિટી અમદાવાદમાં શહેરના સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત બ્રિજોમાં ગણાતા સુભાષ બ્રિજને લઈને મોટી અપડેટ સામે આવી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ બ્રિજ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં તૈયાર થયેલા ટેક્નિકલ રિપોર્ટમાં સુભાષ બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે બ્રિજની વધતી ઉંમર, જૂની ટેક્નોલોજી અને વર્ષોથી સતત વધતું ટ્રાફિક ભારણ દર્શાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગત 4 ડિસેમ્બરે સુભાષ બ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાની અને ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ તંત્રએ તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરી દેતા શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર વ્યાપક અસર પડી હતી.

આ ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની હાલતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ માટે વિવિધ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસેથી પણ ટેક્નિકલ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ તપાસ બાદ 23 ડિસેમ્બરે કન્સલ્ટન્ટ એજન્સીઓએ તેમનો રિપોર્ટ AMCને સોંપ્યો હતો.

આ રિપોર્ટમાં સુભાષ બ્રિજ માટે ત્રણ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પમાં સમગ્ર બ્રિજને તોડી પાડવાની ભલામણ છે. બીજા વિકલ્પ મુજબ ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો પિલ્લર ઊભો કરીને બ્રિજને મજબૂત બનાવવાનો સૂચન કરવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા વિકલ્પમાં બ્રિજનું ઉપરનું સ્ટ્રક્ચર દૂર કરીને સ્ટીલ સ્ટ્રક્ચર બનાવી તેને ફરી શરૂ કરવાની વાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નાગરિકોની સલામતી અને શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રને પહેલો વિકલ્પ સૌથી વધુ યોગ્ય લાગ્યો છે. સુભાષ બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુનું થઈ ચૂક્યું છે અને તેની ડિઝાઈન આજના ભારે ટ્રાફિકને અનુરૂપ નથી. આવી પરિસ્થિતિમાં વારંવાર રિપેરિંગ કરતા નવા અને આધુનિક બ્રિજનું નિર્માણ વધુ વ્યાવહારિક માનવામાં આવી રહ્યું છે.

જો હાલના બ્રિજને તોડી પાડવાનો અંતિમ નિર્ણય લેવામાં આવે તો તેના સ્થાને વધુ પહોળો અને નવી ટેક્નોલોજીથી સજ્જ નવો સુભાષ બ્રિજ બનાવવામાં આવશે. નવો બ્રિજ હાલના તેમજ ભવિષ્યના ટ્રાફિક ફ્લોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે, જેથી શહેરની અવરજવર વધુ સુગમ બની શકે.

તથા, નવા બ્રિજના નિર્માણમાં સૌથી મોટો પડકાર સાબરમતી નદીમાં વર્ષભર ભરાયેલા પાણીનો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બાદ નદીમાં સતત પાણી રહેતું હોવાથી બ્રિજનું નિર્માણ ટેક્નિકલ રીતે વધુ મુશ્કેલ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર પ્રક્રિયામાં દોઢથી બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

હાલ સમગ્ર મામલે AMC દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવવાનો બાકી છે, પરંતુ સુભાષ બ્રિજને લઈને અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ હોવાનું સ્પષ્ટ થાય છે.

  • Related Posts

    Raihan:પ્રિયંકા ગાંધીના પુત્ર રૈહાન વાધ્રાની સગાઈ : અવિવા બૈગ વિશે જાણો 5 મહત્વપૂર્ણ વાતો Exciting

    Raihan વાડ્રા-અવિવા બૈગની સગાઈ: કોણ છે અવિવા બૈગ? જાણો 5 મહત્વની વાતો પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ટ વાડ્રાના પુત્ર Raihan વાડ્રાની સગાઈ અવિવા બૈગ સાથે થઈ છે. રાજસ્થાનના રણથંભોરમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં યોજાયેલા ખાનગી સમારંભ બાદ આ સંબંધની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને તેમના સંબંધને લગભગ સાત વર્ષ થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સગાઈ બાદ અવિવા બૈગ કોણ છે, તેમનું શિક્ષણ શું છે અને તેઓ વ્યવસાયિક રીતે શું કરે છે તે અંગે લોકોમાં ઉત્સુકતા વધી છે. ઉપલબ્ધ જાહેર માહિતીના આધારે જાણીએ અવિવા બૈગ વિશેની 5 મહત્વની વાતો. 1. કોણ છે અવિવા બૈગ? અવિવા બૈગ દિલ્હી સ્થિત ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, તેઓ…

    Gujarat TAT-S Main Exam 2026: શિક્ષક બનવાના સપનાનો મહામુકાબલો.. Skill Test..

    Gujaratમાં આજે TAT-S મુખ્ય પરીક્ષા, 403 કેન્દ્રો પર 75,992 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે Gujaratમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આજનો દિવસ મહત્વનો છે. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજ્યમાં શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં કુલ 75,992 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. TAT-S એટલે કે Teacher Aptitude Test – Secondary માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે. આજની મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો અગાઉની પ્રાથમિક પરીક્ષામાં સફળ થયા બાદ લાયક…