બ્લુબર્ડ બ્લોક-2 મિશન: ઇસરોના ઐતિહાસિક લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ, આજે કોમ્યુનિકેશન સેટેલાઇટ અવકાશમાં જશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) દ્વારા એક વધુ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મિશન માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઇસરો દ્વારા બ્લુબર્ડ બ્લોક-2 નામના યુએસ કોમ્યુનિકેશન સેટેલાઇટના લોન્ચ માટે 24 કલાકનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યું છે. આ સેટેલાઇટને આજે બુધવારે સવારે 8:54 વાગ્યે LVM3-M6 રોકેટ મારફતે અવકાશમાં મોકલવામાં આવશે.

આ મિશન ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) અને અમેરિકાની કંપની AST SpaceMobile વચ્ચે થયેલા કરાર અંતર્ગત હાથ ધરવામાં આવી રહ્યું છે. NSIL, ઇસરોની વાણિજ્યિક શાખા છે. ઇસરોના જણાવ્યા અનુસાર, બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટનું વજન અંદાજે 6,100 કિલોગ્રામ છે, જે LVM3 રોકેટ દ્વારા લોન્ચ થનારો અત્યાર સુધીનો સૌથી ભારે સેટેલાઇટ બનશે.

અત્યાર સુધીનો સૌથી મોટો કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઇટ
બ્લુબર્ડ બ્લોક-2માં 223 ચોરસ મીટરનું ફેઝ્ડ એરે લાગેલું છે, જેના કારણે તે નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં તૈનાત થનારો અત્યાર સુધીનો સૌથી મોટો કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઇટ ગણાય છે.

શા માટે આ મિશન ખાસ છે?
આ સેટેલાઇટ આગામી પેઢીની ટેકનોલોજીથી સજ્જ છે, જે વિશ્વભરના સ્માર્ટફોન પર સીધી હાઇ-સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. બ્લુબર્ડ બ્લોક-2 મિશનનો મુખ્ય હેતુ સેટેલાઇટ મારફતે સીધી મોબાઇલ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.

આ નેટવર્ક દ્વારા વિશ્વમાં ગમે ત્યાં, કોઈપણ સમયે 4G અને 5G વૉઇસ-વિડિયો કોલ, મેસેજિંગ, સ્ટ્રીમિંગ અને ડેટા સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ મિશન વૈશ્વિક ટેલિકોમ અને અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાની શક્યતા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

-> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…