નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી. ઘટના દરમ્યાન બંને યુવાન રેલવે ટ્રેક પર ચાલતા હતા ત્યારે આવી રહેલી લોકલ ટ્રેનની સીધી ટક્કરથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
મૃતકોની ઓળખ કરવામાં આવી
મૃતકોની ઓળખ સાગર સોનાવણે (ઉ.વ. 20) અને સચિન ટોકડે (ઉ.વ. 35) તરીકે થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને યુવકો ત્યાંથી પસાર થવા દરમિયાન આ દુર્ઘટનાનો શિકાર બન્યા.
પોલીસ તપાસ ચાલુ
આ મામલે જીઆરપી (Government Railway Police) દ્વારા અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સાવચેત રહેવા રેલવેની અપીલ
રેલવે વિભાગ તરફથી વારંવાર કરવામાં આવતી અપીલ છતાં ઘણીવાર લોકો શોર્ટકટ તરીકે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે, જેના કારણે આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાય છે. રેલવે વિભાગે ફરી એકવાર લોકોને ટ્રેક પર ન જવાં અને સત્તાવાર ફૂટ ઓવરબ્રિજ કે અન્ડરપાસનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.








