જામનગરના દવાના વેપારીને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ઘટના સામે આવી છે. આ વેપારી પાસેથી હનીટ્રેપ આચરતી ટોળકીએ આયુર્વેદિક દવાના રૂ. 1.5 લાખ, રોકડ અને સોનાના દાગીના પડાવી લીધા છે. આ સાથે ન્યૂડ ફોટાઓ વાયરલ કરવાની વેપારીને ધમકી આપી હતી.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
જામનગરમાં હનીટ્રેપનો વધુ એક વેપારી ભોગ બન્યો છે. દવાના વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને 1.5 લાખ રોકડ અને દાગીના પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે બંધ
મળતી માહિતી મુજબ, રેખાબા ઝાલા નામની મહિલાએ વેપારી પાસેથી બળજબરીથી રૂ.એક લાખની કિંમતનો સોનાનો હાર પડાવી લીધો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. વેપારીની પત્ની તથા બાળકોને ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. જેની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રેખાબા ઝાલા, તેના પતિ પ્રવીણસિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








