રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ કરપડાના રાજીનામાં અંગે ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે.

પ્રતાપ દૂધાતે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજૂ કરપડા જેવા જ હાલ ઇસુદાન ગઢવીના થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે ‘ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે મુક્ત કરી, પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જનતાએ હવે આ રાજકીય ખેલ સમજવાની જરૂર છે.’ બીજી તરફ ઇસુદાન ગઢવીએ પણ કોંગ્રેસ પર આંકરા પ્રહારો કર્યા છે.

ઇસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસ ઓલરેડી પતિ ગઈ છે. કોંગ્રેસના નેતાઓની નાવડી ડૂબી રહી છે તેમાંથી નીકળી જાય, નહિતર કોંગ્રેસનું 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે. અમે બધા જ અહી સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. કોંગ્રેસના લોકોએ ખેડૂત પર અત્યાચાર કર્યા અમે ખેડૂતોનો અવાજ બન્યા એટકે અમારા પર ખોટા આક્ષેપ કરે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

વાળંદની દુકાનમાં રચાયું આતંકી કાવતરું, રેલવે સિગ્નલ બોક્સ ઉડાવવાની યોજના પહેલા ચાર આરોપીની ધરપકડ

દેશમાં આતંક ફેલાવવાના ઈરાદાથી રચાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ કરતા ATSએ ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. પાકિસ્તાની હેન્ડલરના સીધા માર્ગદર્શન હેઠળ આ ગેંગ કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબ સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર…