India vs England: રોહિત શર્મા માત્ર 1 રન બનાવીને આઉટ થયો, ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે ભારતને સોંપી છે બેટિંગ

B INDIA અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ, ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતને મેચના સાતમા બોલ પર રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે, જે ફક્ત 1 રન બનાવીને આઉટ થયો છે. માર્ક વુડે રોહિત શર્માને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે. શુભમન ગિલ અને વિરાટ કોહલીની જોડી હાલમાં ક્રીઝ પર હાજર છે.

આપને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની શ્રેણીની ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ દરમિયાન કહ્યું કે ટીમ ઈન્ડિયાએ ત્રણ ફેરફારો સાથે મેચમાં પ્રવેશ કર્યો છે. મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે વરુણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહને ટીમમાં તક આપવામાં આવી છે.

ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 2-0થી આગળ છે અને તેની નજર આજે અમદાવાદમાં જીતીને ક્લીન સ્વીપ હાંસલ કરવા પર રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ ભારતની છેલ્લી વનડે મેચ છે. આવી સ્થિતિમાં, બંને ટીમો જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જવાનો પ્રયાસ કરશે.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *