વડોદરામાં 149 કારની ચોરીનો ઉકેલ્યો ભેદ, આરોપીઓએ કરાઈ ધરપકડ

B INDIA વડોદરા : વડોદરામાં કાર ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીએ 149 ઈકો કારની ચોરી કરી છે. જેમાં પૂનાના તબીબ સહિત 3 આરોપીઓ ઝડપાયા છે,અમદાવાદ અને વડોદરામાં કારની ચોરી કરતા હોવાની વાત સામે આવી છે.ચોરીનો મુખ્ય આરોપી હરેશ માણીયા કે જે ડોકટર છે અને તે કારની ચોરીમાં સંડોવાયેલો છે. અન્ય આરોપી અરવિંદ અને તાહેર ત્રિવેદી સાથે મળી કારની ચોરી કરતા હતા. અત્યાર સુધી આરોપીઓએ 149 કાર ભંગારમાં વેચી હોવાની કબૂલાત કરી છે.

-> કાર ચોરીની ટોળકી ઝડપાઈ :- વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે કાર ચોરીની માસ્ટર ટોળકી ઝડપાઈ ગઈ છે. જેમાં 149 ઇકો કારની ચોરીનો કેસ ઉકેલાયો છે. પૂનાનો ડોકટર કારની ચોરી કરવા માટે અમદાવાદ અને વડોદરા આવતો હતો. મુખ્ય આરોપી ડોકટર BHMS છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. અમદાવાદ અને વડોદરામાં એક બે નહી પરંતું 149 ઈકો કારની ચોરીઓ કરી હતી.

તેને સ્કેપવાળાને વેંચી દઈ કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા પુનાની તબીબ સહિત ત્રણ આરોપીઓને શહેર કાઈમ બાન્યની ટીમે ઝડપી પાડયા હતા. પ્રાથમિક તપાસમાં આ ત્રિપુટીએ વડોદરામાં ત્રણ સ્થળે કારની ચોરી કરી હોવાની વિગતો મળી હતી. પોલીસે તેઓની પાસેથી ચોરી કરેલી બે કાર કબજે કરી તેઓને કારેલીબાગ પોલીસને હવાલે કર્યા છે આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય જિલ્લામાં ચોરી કરી છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે,સાથે સાથે જે કાર ભંગારવામાં વેચતા હતા. તે વેપારીઓને પણ બોલાવીને પૂછપરછ હાથ ધરી છે.

Related Posts

🌾 ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

ગુજરાતભરમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ – ખરીફ પાક માટે વરસાદ લાભદાયી બનવાની આશા ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ…

🚨 ભારે વરસાદથી અનેક રસ્તા અને કોઝવે બંધ!

વરસાદને કારણે અનેક આંતરિક માર્ગો અને કોઝવે બંધ – તંત્રે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક આંતરિક માર્ગો અને લો-લેવલ કોઝવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *