સેલવાસ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 વર્ષીય તરૂણ સાથે અપરાધ કરનાર આરોપીને 20 વર્ષની કેદ

સેલવાસના કૂડાચા ગામમાં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં સેલવાસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રૂસ્તમ અલાઉદીન ખાનને 20 વર્ષની કેદ તથા ₹25,000 દંડની સજા ફટકારી છે. દંડ નહીં ભરાય તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાની રહેશે.

ઘટનાનો વિગતવાર ક્રમ
વર્ષ 2024ની 26 માર્ચે કૂડાચા ગામે રહેતો એક પરપ્રાંતિય પરિવાર રોજની જેમ નોકરી પર ગયો હતો. તેમના 13 વર્ષીય પુત્ર અશોક (નામ બદલેલ) ટ્યુશન ક્લાસ માટે ઘરેથી નીકળ્યો ત્યારે પાડોશી રૂસ્તમ ખાને તેનો માર્ગ રોકી મોઢું દબાવી પોતાની રૂમમાં ખેંચી ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરીને આરોપીએ કિશોરના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. તક મળતા તરૂણ ભાગીને ઘરે પહોંચી ગયો અને પરિવારને સમગ્ર બનાવની માહિતી આપી.

પરિવારનો આઘાત અને તરત પોલીસ ફરિયાદ
ઘટનાથી દંગ બનેલા પરિવારજનો તરત જ સેલવાસ પોલીસ મથકે દોડી ગયા અને ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીને ઝડપીને મેડિકલ પરીક્ષણ કરાવ્યું અને તમામ પુરાવાઓના આધારે મજબૂત ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી.

કોર્ટ સુનાવણી અને દલીલો
સેલવાસ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ નિપૂણાબેન રાઠોડે ભોગ બનનારની જુબાની, મેડિકલ રિપોર્ટ, અને અન્ય સાક્ષીઓના આધારે પ્રખર દલીલો રજૂ કરી. જજ વિભા પી. ઈગલેે તમામ પુરાવાઓને માન્ય રાખીને આરોપીને તકસીરવાર ઠેરવ્યો અને કાયદેસરની સૌથી કડક જોગવાઈઓ હેઠળ 20 વર્ષની કેદની સજા જાહેર કરી.

સમાજ માટે કડક સંદેશ
આ ચુકાદો નાબાલિકો પર થતા યૌન ગુનાઓ સામે કોર્ટ દ્વારા કડક અને સ્પષ્ટ સંદેશ આપે છે કે આવા ગુનાખોરો માટે કોઈ છૂટછાટ નહીં અપાઈ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…