ગુજરાતમાં બેવડી ઋતુની અસર: સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં હાલ હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે તો બપોરના સમયે તાપમાન વધતા ગરમીનો અનુભવ થાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન
રાજ્યના અનેક શહેરોમાં આજે નોંધાયેલું સૌથી નીચું તાપમાન નીચે મુજબ છે:
– નલિયા – 14.3°C
– કેશોદ – 15.3°C
– રાજકોટ – 15.5°C
– ભૂજ – 17.4°C
– ડીસા – 17.1°C
– વડોદરા – 18.4°C
– ગાંધીનગર – 18.8°C
– ભાવનગર – 18.6°C
– અમદાવાદ – 19.7°C
આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં સવાર-સાંજ ઠંડક હોવા છતાં કડકડતી ઠંડીનો અભાવ છે.

શિયાળો ‘નરમ’ કેમ રહ્યો?
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વર્ષે હિમાલય વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી. સામાન્ય રીતે પહાડોમાં ભારે હિમવર્ષા બાદ ત્યાંથી ફૂંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી ફેલાવે છે. આ વખતે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતાં ઠંડીનું મોજું સર્જાયું નથી.

આ ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના ‘અલ નિનો’ના પ્રભાવને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતો અટકાવી રહ્યા છે.

ગ્લોબલ વોર્મિંગની વધતી અસર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતની ત્રણેય ઋતુઓમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે કાતિલ ઠંડીનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળામાં પણ ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધી રહી છે.

ડિસેમ્બર 2024 અને ડિસેમ્બર 2025ની સરખામણી
કચ્છના નલિયામાં ડિસેમ્બર 2024 દરમિયાન 31 દિવસમાંથી 22 દિવસ તાપમાન 10°Cથી નીચે નોંધાયું હતું. જ્યારે ડિસેમ્બર 2025માં માત્ર 4 દિવસ જ પારો 10°Cથી નીચે ગયો. 28 ડિસેમ્બર 2024ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન 4.2°C સુધી ગગડ્યું હતું, જ્યારે આ વર્ષે સૌથી ઓછું તાપમાન 8.8°C નોંધાયું છે. આ વખતે નલિયા સિવાય રાજ્યના અન્ય કોઈપણ શહેરમાં લઘુત્તમ તાપમાન 10°Cથી નીચે ગયું નથી.

અમદાવાદમાં 15 વર્ષમાં સૌથી ઓછી ઠંડી
અમદાવાદ શહેરમાં પણ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2024માં 31માંથી 14 દિવસ તાપમાન 14°Cથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર 4 વખત જ તાપમાન 14°Cથી નીચે ગયું છે. ઈતિહાસમાં 10 જાન્યુઆરી 1954ના રોજ અમદાવાદમાં 3.9°C તાપમાન નોંધાયું હતું, જે રેકોર્ડબ્રેક માનવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે. નલિયામાં પણ ગત વર્ષે જાન્યુઆરી દરમિયાન 10 વખત પારો 7°Cથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે એવો કડક ઠંડીનો માહોલ સર્જાયો નથી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

શિક્ષકોને શ્વાનની ગણતરીના સમાચાર મામલે શિક્ષણ વિભાગે અહેવાલોનો આપ્યો રદિયો, જાણો શું કહ્યું

રાજ્યમાં ગાઈકાલથી શિક્ષકોને શ્વાનની ગણતરી કરવા મામલે થયેલ પરિપત્ર મામલે મીડિયામાં સતત સમાચારો સામે આવી રહ્યા હતા. આ દરમિયાન ગાંધીનગર સ્થિત શાળાઓની કચેરીએ આ સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે. આ…

રાજ્ય શિક્ષણ વિભાગે સ્પષ્ટતા આપી, શિક્ષકોએ રખડતાં કૂતરાં ગણવાની કોઈ ફરજ નહીં

ગુજરાતના વિવિધ મીડિયામાં વહેતા સમાચાર કે “શિક્ષકો હવે રખડતાં કૂતરાં ગણાવશે” તે સંપૂર્ણપણે ખોટા અને સત્યથી વેગળા છે. સંયુક્ત શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે…