ક્રિકેટના મહાકુંભમાં ‘મહાયુદ્ધ’, રવિવારે થશે બંને ટીમ વચ્ચે આરપારની ટક્કર

વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટી મેચ હવે નજીક છે. ICC Men’s T20 World Cupમાં રવિવારે, 15 Februaryએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. શ્રીલંકાની રાજધાની Colomboમાં યોજાનારી આ મેચ માત્ર રમત નહીં, પરંતુ પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે. એશિયા કપ 2025 ની ફાઈનલ બાદ ફરી એકવાર બંને ટીમો આમને-સામને આવી રહી છે.

ક્યારે અને ક્યાં જોવી મેચ?
તારીખ: રવિવાર, 15 February
સમય: સાંજે 7:30 PM (ટોસ 6:30 PM)
સ્થળ: કોલંબો, શ્રીલંકા

ટીવી પર લાઈવ પ્રસારણ
મેચનું સીધું પ્રસારણ Star Sports નેટવર્ક પર થશે.

ડિજિટલ સ્ટ્રીમિંગ
લાઈવ સ્ટ્રીમિંગ JioStar પર ઉપલબ્ધ રહેશે.

બંને ટીમો સુપર ફોર્મમાં
ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
– ભારત: USA અને નામિબિયાને હરાવી ગૃપ-A માં ટોચ પર.
– પાકિસ્તાન: નેધરલેન્ડ અને USA સામે જીત સાથે મજબૂત સ્થિતિમાં.

હાલ બંને ટીમો પાસે 4-4 points છે, એટલે આ મેચ ગૃપમાં નંબર-1 સ્થાન માટે નિર્ણાયક સાબિત થશે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ: ભારતનો દબદબો

ફોર્મેટ કુલ મેચ ભારતની જીત પાકિસ્તાનની જીત ડ્રો/પરિણામ નહીં
ટેસ્ટ 59 09 12 38
વનડે 136 58 73 05
ટી-20 16 13 03 00

પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ભારતની સંભાવિત પ્લેઇંગ ઇલેવન
– સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
– અભિષેક શર્મા
– તિલક વર્મા
– હાર્દિક પંડ્યા
– શિવમ દુબે
– અક્ષર પટેલ
– ઇશાન કિશન (WK)
– સંજુ સેમસન (WK)
– જસપ્રીત બુમરાહ
– વરુણ ચક્રવર્તી
– અર્શદીપ સિંહ
– કુલદીપ યાદવ

શું રહેશે કી ફેક્ટર?
– પાવરપ્લેમાં મજબૂત શરૂઆત
– સ્પિનર્સની ભૂમિકા
– ડેથ ઓવર્સમાં બોલિંગ
– દબાણમાં બેટિંગ પ્રદર્શન

ભારત-પાકિસ્તાન મેચ હંમેશા ઈતિહાસ, ભાવનાઓ અને રોમાંચથી ભરપૂર હોય છે. રવિવારે ફરી એકવાર કરોડો ચાહકોની નજર કોલંબો પર રહેશે. કોણ જીતશે આ ‘મહાયુદ્ધ’? જવાબ મળશે 15 ફેબ્રુઆરીની સાંજે

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…

Nirma Campus Safety Protest Updates 2026: અમદાવાદની નિરમા યુનિવર્સિટી વિવાદમાં..

Nirma યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરી પહોંચ્યા: ગર્લ્સ હોસ્ટેલ નજીકની ઘટનાને લઈને 1000થી વધુ વિદ્યાર્થીઓનો વિરોધ અમદાવાદની Nirma યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી કથિત અશ્લીલ હરકતની ઘટના હવે વિદ્યાર્થીઓના વિરોધ સુધી પહોંચી છે. ગુરુવારે 1 ઓક્ટોબરના રોજ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં પહોંચ્યા અને હાથમાં પ્લેકાર્ડ સાથે ‘બ્લેક ડે’ મનાવી વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી ઘટનાની ફરિયાદ અને વીડિયો પુરાવા યુનિવર્સિટી સત્તાવાળાઓ સુધી પહોંચાડ્યા હોવા છતાં યોગ્ય કાર્યવાહી થવામાં વિલંબ થયો. આ સમગ્ર મામલો અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી Nirma યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ સાથે જોડાયેલો છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ, H-4 ગર્લ્સ હોસ્ટેલની સામે H-5 બ્લોકનું બાંધકામ ચાલી રહ્યું છે. 29 સપ્ટેમ્બરના રોજ આ બાંધકામ વિસ્તાર નજીક એક અજાણ્યા…