હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સંબોધન કરવા જશે સ્વિટ્ઝર્લેન્ડ, ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ કરાશે રજૂ

ગાંધીનગર / નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા જશે.

ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

યોજાશે 58 જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો
આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે ૫૮ (58) જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો યોજશે.

રાજ્યના ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને રાજ્યના યુવાનો માટે મોટા પાયે નવી રોજગારીની તકો ઉભી કરવાનો છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓ જેવી કે AP Moller Maersk, Engie, EDF, Johnson Controls, Sumitomo Group, Linde, SEALSQ અને Tillman Global ના વડાઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ગુજરાત સરકારનો પ્રયાસ છે કે ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં ગુજરાત એક મહત્વના ભાગીદાર તરીકે ઉભરી આવે.

ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દુનિયા સમક્ષ મૂકશે
આ ફોરમમાં રોકાણ આકર્ષવા ઉપરાંત, વૈશ્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાતનો અવાજ બુલંદ રહેશે. હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ગુજરાતનું વિઝન રજૂ કરશે. તેઓ ‘નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત’, ‘સ્પોર્ટ્સની શક્તિ: ભવ્યતાથી વારસા તરફ’, ‘કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ’ અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન, ‘મિશન વોટર’ દ્વારા જળ સુરક્ષા અને ‘સસ્ટેનેબિલિટી’ જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દુનિયા સમક્ષ મૂકશે. આ સત્રો દ્વારા ગુજરાત પોતાની વિકાસગાથાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરશે.

‘ગુજરાત – રેડી ફોર ધ વર્લ્ડ, વ્હેર વિઝન મીટ્સ એક્શન’ ના સ્પષ્ટ સંદેશ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે ઇનોવેશન અને મૂડીરોકાણ દ્વારા એક મજબૂત અને ભવિષ્ય માટે સજ્જ અર્થતંત્રનું નિર્માણ કરવું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરતો એક મહત્વપૂર્ણ મંચ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મંચના માધ્યમથી પણ ભારતને એક સશક્ત વૈશ્વિક શક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર; બે નવા વેટલેન્ડને રામસર સાઈટ બનાવવા પ્રસ્તાવ

ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-‘ગીર’ ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા.01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે ૦૮મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સેમિનારનું ઉદ્ઘાટન તા. ૦૧…

ગુજરાત: SIR પ્રક્રિયામાં 14.70 લાખ ફોર્મ મળ્યા, વાંધા-દાવાની સમયમર્યાદા 30 જાન્યુઆરીએ પૂર્ણ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)…